Thursday, February 21, 2013

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)


કોમ્યુનિટી મોબિલાઇઝેશન અને એસ.એમ.સી. (શાળા વ્યવસ્થાપન સમિતિ)
કોમ્યુનિટી મોબિલાઇઝેશન વિષે:
આપણા ગામનો વિકાસ કરી શકે તેવા આપણા પોતાનાજ સમાજમા અત્યંત મૂલ્યવાન સ્ત્રોત આપણા પોતાનાજ લોકોમાથી મળે છે. જે બાબતથી આપ સૌ સારી રીતના વાકેફ હશો. સમુદાયના લોકો વચ્ચે સહકાર મહત્વનો છે માટે કોમ્યુનિટી સ્વનિર્ભરતા અને વિકાસમા તેઓનું મહત્વનું યોગદાન છે. આ સમુદાય ગામની અંદર હાજર સ્ત્રોતોનો ઉપયોગ કરીયોજના ઘડી તેનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કામ માટે નિમાયેલ છે.
શું કોમ્યુનિટી મોબિલાઇઝેશન જરૂરી છે?
માણસોનું ઉપયુક્ત સંચાલન કરવા માટે કોમ્યુનિટી મોબીલાઈઝેશન મહત્વનો ભાગ ભજવે છે. તે જેતે કાર્યને અનુલક્ષીને યોજના બનાવે છે અને તેના ઉપર પુરો અમલ થાય તેનું ધ્યાન રાખે છે. તથા તેઓ તેમના સમુદાયના જીવન પરિવર્તન માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કોમ્યુનિટી મોબીલાઈઝેશન સમાજમા થી બીજા લોકોને કોમ્યુનિટીમા જોડવા માટેની તક પણ આપે છે. જરૂરિયાતોને ઓળખી તેને પૂરી કરીસમુદાયને કામ કરવા માટે પ્રોત્સાહિત કરો સારું નૈતૃત્વ કરી તથા લોકશાહીના હિતમા નિર્ણય લેવા તેવું સમાજમા ઉદાહરણ આપો. ખાસ પ્રકારના કામ કરી શકે તેવા વિવિધ પ્રકારના નિપુણ લોકોને શોધો. સમુદાયમા તમામ ઉપલબ્ધ સ્ત્રોતોને ઓળખો. સ્ત્રોતોનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવી યોજના બનાવો. સમુદાયને આવી સેવા આપવા માટે પ્રેરિત કરો.
સમૂદાયના ભાગ લેવાથી થતા ફાયદા
શાળા સામાજિક સંસ્થા સાથે જોડાયેલ હોય તેવું સાબિત થવું જોઈએ તથા કમ્યુનિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એક કડી તરીકે સંસ્થા સાથે જોડાયેલ હોવું જોઈએ.
અગ્રીમ અને અત્યંત જરૂરી હેતુશાળાનું મહત્વ સારી રીતના વાલીઓ સમજી શકે તેવું હોવું જોઈએ.
જરૂરિયાતોને સમજીને સમૂદાયને પ્રોત્સાહિત કરો.

શાળા વ્યવસ્થાપન સમિતિનો પરિચય:

RTE ના ધ્યેયને પાર પાડવા તથા તેનું પ્રત્યક્ષીકરણ કરવામા (SMCs)ની મહત્વની ભૂમિકા છે. (SMCs) તેના પોઝીટીવ તથા રચનાત્મક સંવાદ ક્રિયા મારફતે સારી શાળા માટેની કામગીરી તરફ કામ કરી શકે છે. SMC દ્વારા હકારાત્મક પગલાં અને તેઓની સાતત્ય ગતિશીલતાથી સમાજમા બદલાવની ભાવના આકાર લઇ શકશે. પહેલા પોતાના સમુદાયમા પછી સંપૂર્ણ માનવ સમાજમા આ રીતની ભાવના જાગૃત થશે.
સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના:

દરેક શાળામાની રચના કરવામા આવેલ છે. જે શાળાની અંદર (SMC) ની રચના ના થયેલ હોય તેવી દરેક શાળામા સમિતિની રચના એપોઈન્ટ મળ્યા ના ૬ મહિનાની અંદર સ્કૂલ વ્યવ્ય્સ્થાપન સમિતિની રચના કરવામા આવશે. આ સમિતિમા દર ૨ વર્ષે બદલાવ કરવાનો તથા નવા સભ્યોનો ઉમેરો કરવાનો રહશે. આ સમિતિમા ૫૦% સ્ત્રીઓને આરક્ષિત કરવાની રહશે. સ્કૂલ વ્યવસ્થાપન સમિતિમા ૧૨ સભ્યોની નિમણુંક કરવાની રહશે.

સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચનામા ૭૫% સભ્યોશાળાની અંદર ભણતા બાળકોના વાલીઓ અથવા તેમના માતા-પિતા માંથી રાખવાના રહેશે. જેથી શાળાની અંદર ચાલતી અવ્યવસ્થાની સાચી માહિતી મેળવી તેનું નીરાકરણ લાવવામા મદદ મળે.

બાકીના ૨૫% સભ્યોની નીચે દર્શાવ્યા પ્રમાણે રચના કરવાની રહશે.
ત્રીજા ભાગના સભ્યો સ્થાનિક સત્તા દ્વારા ચુંટાયેલા સભ્યો અથવા તો અર્ધસરકારી શાળાઓના મેનેજમેન્ટના સભ્યો તથા ટ્રસ્ટી મંડળ માંથી લેવાના રહશે.
ત્રીજા ભાગના એવા સભ્યો હશે કે જે શાળાના શિક્ષક હોંય અને તેમને જે તે શાળાની શિક્ષક સમિતિ માંથી ચુંટવામા આવેલ હોય.
બાકી રહેલ ત્રીજા ભાગમા સામાજિક મદદગાર અથવા તો વિદ્યાર્થી ની નિમણુંક તેમના વાલીની પરવાનગી સાથે કરવાની રહેશે.
એક સભ્ય જે સ્થાનિક કડીયો હોય તેવા સભ્યની રચના સમિતિ દ્વારા કરવાની રહેશે.

જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સમિતિમા સમિતિના ચેરપર્સન અથવા તો વાઈસ ચેરપર્સનની નિમણુંક કરવાની રહેશે. આ હોદ્દાઓની નિમણુંક સમિતિમા સમાવાયેલા વાલી મંડળમુખ્ય શિક્ષકપૂર્વ મુખ્ય શિક્ષક માંથી હોઈ શકે.

સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની કામગીરી: (ભૂમિકા અને જવાબદારીઓ)
આ સમિતિની કાર્યરચના કલમો સ્પષ્ટ (એ) થી (ડી) ઉપ વિભાગ (2), ના અધિનિયમ 21 પ્રમાણે નીચેના દર્શાવેલ કાર્યોકે જેના માટે જે તે સભ્યોએ કામ કરવાનું રહશે.
સરળ અને સર્જનાત્મક સંપર્ક વ્યવહાર કરીને બાળકોના ઉત્થાન માટેના કામ નિયમોને આધીન રહીને કરવાના રહેશે. તથા રાજ્ય સરકારની ફરજોસ્થાનિક સત્તાની ફરજોશાળાની ફરજોવાલીઓની ફરજોનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
કલમ-૨૪ અને ૨૮ ના ઉપભાગ (એ) અને (બી) પ્રમાણે અમલીકરણ થાય છે કે કેમ તેની ખાતરી આપવાની રહેશે.
કલમ નંબર-૨૭ પ્રમાણે કોઈપણ શિક્ષક બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ હોવાથી મુખ્ય ફરજો માથી વંચિત નથી રહેતોને તેની કાળજી લેવાની રહેશે.
દરેક ગ્રામ્ય વિસ્તાર માથી બાળક નિયમિત પણે શાળામા હાજર રહે છે કે કેમ તેની ખાતરી કરવાની રહેશે.
દર્શાવેલ દરેક નિયમોનું યોગ્ય પણે પાલન થાય છે કે કેમ તેનું ધ્યાન રાખવાનું રહશે.
ધારા ક્રમાંક (૩)ના ઉપ ભાગ-૨ મા દર્શાવેલ પ્રમાણે કોઈપણ બાળક સાથે કોઈપણ પ્રકારની ગેરરીતીશારીરિક કે માનસિક હેરાનગતિશાળા માથી નામ કમી કરવું કે અન્ય અસહનીય બાબતનું તુરંત જ સ્થાનિક સત્તાની ધ્યાનમા લાવવાનું રહેશે.
નિયમ ક્રમાંક-૪ પ્રમાણેદરેક કામની દેખરેખ અને તેની જરૂરિયાતો પર પૂરતું ધ્યાન આપી તેને અમલીકરણમા મુકવાનું રહેશે તથા દરેકનું નિયમિત પણે અવલોકન કરવાનું રહેશે.
શારીરિક રીતે વિકલાંગ બાળકો તથા માનસિકરીતે અસ્વસ્થ બાળકોની નિયમિત પણે શાળામા હાજરીતેમની જરૂરિયાતોનું ધ્યાન તથા બીજા બાળકો સાથેની તેમની હિસ્સેદારી બરાબર અને નિયમિત છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
મધ્યાહન ભોજન વ્યવસ્થાનું અમલ બરાબર થાય છે કે નહિ તેનું ધ્યાન રાખવાનું રહેશે.
શાળાના વાર્ષિક હિસાબ કિતાબ તથા તેમાં થયેલ ખર્ચની નોંધ રાખવાની રહેશે.

કોઈપણ એક્ટ હેઠળ તેના કાર્યો સ્રાવમાં સમિતિ દ્વારા પ્રાપ્ત થયેલ નાણાંને જમા કરવામાં આવશે અને તે નાણાની નોધણી અલગ ખાતામા કરવાની રહેશે. દર વર્ષ દીઠ તે ખાતાની ચકાસણી કરવામા આવશે.

પેટાનિયમ-૭ પ્રમાણે સમિતિ દ્વારા થયેલ કોઈપણ ખર્ચનો હિસાબ જે તે સમિતિના અધ્યક્ષ કે ઉપઅધ્યક્ષની સહી સાથે સ્થાનિક સત્તાને એક મહિનાની અંદર તે ખર્ચનો હિસાબ આપવાનો રહેશે.

આ સમિતિ દર શૈક્ષણિક શાળા વિકાસ નિયમ 17 હેઠળ તૈયાર યોજનાના અમલીકરણના રિપોર્ટ તથા વર્ષના અંતે તેની આકારણી આપીવાર્ષિક અહેવાલ તૈયાર કરવાનો રહેશે. આ અહેવાલ વર્ષ દરમ્યાન સમિતિ દ્વારા હાથ ધરવામાં પ્રવૃત્તિઓ સંક્ષિપ્ત એકાઉન્ટ્સ ધરાવે છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે. આ અહેવાલની એક નકલ ક્લસ્ટર રિસોર્સ કેન્દ્ર સંબંધિત કોઓર્ડિનેટરને મોકલવામાં આવશેઅને તેને ગ્રામ સભામા પણ મુકવાની રહેશે.

આ સમિતિ એક ત્રિમાસિક ગાળામાં ઓછામાં ઓછી એક વખત મળવાની અને બેઠકો કરવાની રહેશે. આ બેઠકોમાં લેવાયેલ તમામ નિર્ણય યોગ્ય રીતે સુચી બનાવી તેને જાહેરમા ઉપલબ્ધ કરવાની રહેશે.
શાળા વિકાસ યોજનાની તૈયારી:

અધિનિયમ પ્રમાણે સ્કૂલ વ્યવસ્થાપન સમિતિએ હિસાબી વર્ષના અંત પહેલા ઓછામા ઓછા ત્રણ મહિના અગાઉ શાળા વિકાસ યોજના બનાવીને આપવાની રહેશે.

શાળા વિકાસ યોજના ઓછામા ઓછા ત્રણ વર્ષની રહેશેદરેક વર્ષની યોજનામા જેના ભાગોનો સમાવેશ કરવાનો રહેશે.

શાળા વિકાસ યોજનામા નીચે દર્શાવેલ બાબતોનો સમાવેશ કરવો:
વર્ગ મુજબ પ્રવેશતા બાળકોનો અંદાજીત આંક.
નિયમોને આધીન ઓછામા ઓછા ત્રણ વર્ષના સમયગાળા માટે ધોરણ-૧ થી ૫ તથા ૬ થી ૮ મુજબ કેટલા મુખ્ય શિક્ષકવિષય શિક્ષકપાર્ટ ટાઈમ શિક્ષકની જરૂરિયાત રહેશે તે અલગ અલગ જણાવવાનું રહેશે.
નિયમોને આધીન ઓછામા ઓછા ત્રણ વર્ષ માટે શાળામા કઈ કઈ વસ્તુની જરૂરિયાત તથા બાંધકામ અંગેની જરૂરિયાત રહેશે તેનો હિસાબ કરીને જણાવવાનું રહેશે.
કલમ ક્રમાંક (બી) અને (સી) મા દર્શાવેલ મુજબ ત્રણ વર્ષની અંદર રહેલ વધારાના નાણાની જરૂરિયાતકલમ ક્રમાંક-૪ પ્રમાણે વધારાની શૈક્ષણિક ક્ષેત્રેની જરૂરિયાત જેવી કેટ્રેનીંગપાઠ્યપુસ્તકગણવેશ વગેરેની જરૂરિયાત જણાવવાની રહેશે.

શાળા વિકાસ યોજનાની દરેક વિગત શાળા વ્યવસ્થાપન સમિતિના મુખ્ય અધ્યક્ષઉપઅધ્યક્ષ દ્વારા ચકાસણી કરી સહી કરીને સ્થાનિક સત્તાને વર્ષના અંતે રજુ કરવાની રહેશે

No comments:

Post a Comment