પ્રાણી માત્ર તરફ સમભાવ રાખવો તે અહિંસા. મનુષ્ય જ નહીં પરંતુ આદિ તમામ જીવો પ્રત્યે પણ એ ભાવના કાયમ રહેવી જોઇએ. આપણા દેશમાં કોઇ જીવ ની હત્યા એટલે જ અહિંસા, આવો અર્થ માનવામાં આવતો હતો.
કોઇનું ખૂન કરવું એ તો હિંસા છે જ પરંતુ કોઇ માણસના શ્રમનો અનુચિત લાભ ઉઠાવવો એ પણ હિંસા જ છે. દુનિયામાં ચાલતી સૌથી મોટી હિંસા એ જ છે. એમાંથી જ યુદ્ધ જેવી ભયાનક હિંસા ના સ્વરૂપો પ્રગટ થાય છે. પોતાના સુખ, આરામ અને ફાયદા તથા સ્વાર્થ માટે બીજાના સુખ અને હિત પ્રત્યે બેદરકારી દાખવવી એ છે રોજની હિંસા.
બીજાના ઉપર પોતાના કામ નો બોજો નાખવો. અને એ કામ સારી રીતે ન થાય નો ડર બતાવવો આ બધા હિંસા લક્ષણ છે.
આવી હિંસા થી બચવા માટે રોજ પોતાના અંતર ને ઢંઢોળી જોવું જોઇએ કે મારા કોઇ સાથી પ્રત્યે અનુદાર વર્તન તો નથી કર્યું ને ? પોતાના નિત્ય વર્તનમાં જો આપણે અહિંસા નું પાલન કરીશું તો જ કસોટી ના સમય દરમીયાન અહિંસા નો પાલન થઇ શકશે.
અમિત ડાંગેરા
(અહીં રજૂ કરેલા વિચારો પોતાના અંગત છે. કોઈપણ વ્યક્તિ સાથે યેનકેન પ્રકારે સંલગ્ન નથી.)
No comments:
Post a Comment