Friday, June 18, 2010

શાળા પ્રવેશોત્સવ – ર૦૧૦

             આજ રોજ અમારી શાળા માં શ્રી એન. કે. ગોયાણી, ના.કા.ઇ., માડવી અને શ્રી જે. સી. પરમાર, ના.કા.ઇ.,માંડવી ના પ્રમુખ સ્થાન માં ધોરણ ૧ અને ધોરણ ૮ ના બાળકોને પ્રવેશ આપવા માટેનો પ્રવેશોત્સવ ર૦૧૦ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.    પધારેલ તમામ ગ્રામજનો તથા મહેમાનો નું ગીરીશ સાહેબ અને તેમની દમદાર ટ્રુપ એ લયબધ્ધ રીતે ડ્રમ તથા બ્યુગલ ના નાદ સાથે શાળામાં સુંદર આવકાર આપ્‍યો હતો


ઉપરોકત તસવીર માં ગીરીશભાઇ પટેલ (ડાબી બાજુ) તથા તેમના ટ્રુપ ના સભ્યો મહેમાનો નું સ્‍વાગત કરતા જણાય છે.
   ગામના સરપંચ શ્રી કાળુભા જાડેજા તથા ઉપસ્થિત સર્વે ગ્રામજનો અને શ્રી ગોયાણી સાહેબ તથા શ્રી પરમાર સાહેબનું શબ્દોથી સ્‍વાગત તથા આવકાર શાળાના આચાર્યશ્રી રાઠોડ સાહેબે પોતાના પ્રાસંગિક પ્રવચન માં બાબતને વણી લીધી હતી.
      ધો. ૭ ની બાળાઓએ સુંદર મજાનું સ્‍વાગત ગીત રજૂ કર્યું હતું.

   આ પ્રવેશોત્‍સવ માં આંગણવાડી માં પ્રવેશ મેળવનાર નાના ભૂલકોઓને મંચસ્થ બીરાજમાન મહેમાનો દ્વારા રમકડા ભેટ આપવામાં આવ્યા હતા. સગર્ભા માતાઓને પૌષ્‍ટિક આહાર તરીકે ઉપમા તથા સુખડી ની ભેટ આપવામાં આવી હતી..
     ધો. ૧ અને ધો. ૮ ના બાળકોને પાઠ્યપુસ્તકો ભેટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો હતો. છાયાબેન પટેલે સંકલ્પ પત્રકનું વાંચન કર્યું હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમિત સાહેબ (મારા) દ્વારા કરવામાં આવ્યું હતું. સી.આર.સી. કો. ઓ. વિક્રમભાઇ એ આભાર વિધિ કરી કાર્યક્રમની પૂર્ણતા કરી હતી.

         આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં નાયક સાહેબ, રાકેશસાહેબ, મનીષાબેન, આરતીબેન, સંગીતાબેન, દેવ્યાનીબેન તથા બેના બેન ગોરે જહેમત ઉઠાવી હતી. ગામના યુવા સરપંચ કાળુભા એ મંડપ ની વ્યવસ્થા અને દાતાઓના સાથ સહકારની જવાબદારી નિભાવી હતી.

     આ સમગ્ર કાર્યક્રમના ચિત્ર તથા ચલાયમાન ચિત્રનુ ચિત્રાંકન  શ્રી પ્રશાંત દિક્ષિતે એક સફળ ચિત્રાંકાર તરીકે પોતાની સેવા આપી હતી.

 

No comments:

Post a Comment