Wednesday, December 5, 2012

New CTS System in Bank

                  

                                   જાન્યુઆરી ૨૦૧૩થી બેન્ક ગ્રાહકોની જૂની ચેકબુક નહીં ચલાવે. એક એવી વ્યવસ્થા વિચારાઈ રહી છે કે જેના થકી આખા દેશમાં નવી ટ્રોન્જેક્શન સિસ્ટમ લાગુ પાડવામાં આવશે. જુઓ નવા ફોર્મેટમાં ફેરફાર શું હશે.


1. ચેકની ડાબી તરફ એકાઉંટ નંબરની નીચેસીટીએસ ૨૦૧૦ અંકિત કરેલું હશે.

2. જ્યાં નાણાંની રકમ ભરવાની હોય છે ત્યાં રૂપિયાનો નવો સિમ્બોલ છાપેલો હશે. 3.જ્યાં ગ્રાહક સાઇન કરે છે ત્યાં પ્લીઝ સાઇન અબોવ છાપેલું હશે.

4.ચેકબુકમાં અંડાકારમાં CTS- INDIA( Cheque Truncation System)નો વોટરમાર્ક હશે જે પ્રકાશની સામે રાખવાથી દેખાશે.

5.નવી ચેકબુકમાં એક પેન્ટોગ્રાફ પણ હશે જે ચેકની ફોટોકોપી(ઝેરોક્ષમાં ) જોવા મળશે.

6.આ ચેક એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્લિયરિંગમાં મોકલવાને બદલે ચેકની ઇલેક્ટ્રોનિક ઇમેજ મોકલાશે.

7.આ નવી પદ્ધતિ માટે ચેકબુકનો ઉપયોગકર્તા ગ્રાહકોએ બેંકમાં જૂની પાસબુક જમા કરાવીને નવી ચેકબુક લેવાની રહેશે. જો ડિસેમ્બર પછીના નાણાંકીય વ્યવહારોકરવાના હોય તો તેના માટે નવી ચેકબુક હોવી અનિવાર્ય છે.

                           નવા ફોર્મેટના ફાયદા નવા માળખાથી જે દિવસનો ચેક હશે તે, તે જ દિવસે ક્લિયર થઈ શકશે. આ ઉપરાંત બહારના ચેક ક્લિયર થવામાં પણ વધારે દિવસ નહીં લાગે. આ CTS -Cheque Truncation System ગત વર્ષથી ચેન્નાઇમાં શરૂ કરવામાં આવી છે. જો સીટીએસની કામગીરી યોગ્ય રીતે ચાલવા લાગશે તો આ માળખા દ્વારા ૨૦૧૩ સુધીમાં ભૌતિક ક્લિયરન્સ સંપૂર્ણપણે બંધ કરવાની યોજના છે.  

No comments:

Post a Comment